રાજ્યમાં વર્તમાન સમયની વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડના ૧૨૦૦ બેડમાં ૭૦૦થી વધુ કેસો સારવાર હેઠળ દાખલ કરાયા છે. તો બીજી તરફ ક્રિટીકલ દર્દીઓની સંખ્યમાં વધારો થતા સિવિલની કિડની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ ઉભા કરાયા છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૪૫૫ વોરિયર્સ સંક્રમિત થયા છે. જેમાં હજી પણ ૭૨ વોરિયર્સ સારવાર અર્થે દાખલ થયાની જાણકારી મળી રહી છે.
અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં ૨૫૦ દર્દીઓ, યુએન મહેતામાં ૨૫૦ દર્દીઓ એડમિટ અને કેન્સર વિભાગમાં ૨૫૯ દર્દીઓ એડમિટ કરાયા છે. અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની શકે છે. અમદાવાદમાં ઝડપથી કોરોનાના કેસ વધવાના અહેવાલ હાલમાં છે.
સિવિલમાં કોરોનાના ગંભીર કેસોમાં વધારો થયો છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ઓક્સિજન વપરાશ દોઢ ગણો વધારો નોંધાયો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા વધારવાની ફરજ પડી રહી છે.
હાલમાં ટોસિલિઝુમેબ અને રેમિડીસીવીર ઇન્જેકશનનો ૬૦ ટકા ઉપયોગ પ્રમાણમાં થઇ રહ્યો છે. જ્યારે ૪૦ હજાર લીટરના ઓક્સિજનનો વધારો કરવો પડી રહ્યો છે. ૧૨૦૦ બેડમાં ૨૦૦થી વધુ દર્દીઓની હાલત હજુ ગંભીર જણાય રહી છે.