વર્તમાન સમયમાં જયારે મોટી દુકાનોથી લઈને ચાવાળા કે શાકવાળા સુધી બધાં જ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. બધાની પાસે હવે Paytm, Google Pay જેવા અન્ય પેમેન્ટ ઓપ્શન હોય છે. જેના માટે માત્ર એક QR કોડ સ્કેન કરવાનો હોય છે અને પેમેન્ટ થઇ જાય છે. ભારતીય રિર્ઝવ બેંકએ ગુરુવારે એક આદેશ જાહેર કરીને આ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર લાવવાની વાત કહી છે. જાણો શું છે નવી સિસ્ટમ..
RBIના આદેશ મુજબ દેશમાં ડિજિટલ અને સુરક્ષિત લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક એવા ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરવામાં આવશે જે બીજા પેમેન્ટ ઓપરેટર્સ દ્વારા પણ સ્કેન થઇ શકે. આ પ્રોસેસ લાગુ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે.
RBIએ પેમેન્ટ કંપનીઓ માટે ઈન્ટરઓપરેબલ ક્વિક રિસ્પોન્ડ કોડનો ઉપયોગ જરૂરી કરવા માટે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ઈન્ટરઓપરેબલ QR કોડનો મતલબ એ છે કે, તમે કોઈપણ એપ પર આ ક્યૂઆર સ્ટીકરને સરળતાથી વાંચી શકશો. દેશમાં અત્યારે ત્રણ પ્રકારના QR કોડ છે, Bharat QR, UPI QR અને પ્રોપરાઇટરી QR. ટોચની બેંકનું કહેવું છે કે UPI QR અને Bharat ક્યૂઆર પહેલાની જેમ જ ચાલુ રહેશે.
રિઝર્વ બેંકનું કહેવું છે કે ઈન્ટર ઓપરેબલ QR કોડ્સ વિશે જાગૃતતા ફેલવવા માટે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સની શરૂઆત કરવી પડશે. ઇન્ટર ઓપરેબિલિટીના કારણે સામાન્ય લોકોને સરળતા રહેશે અને પેમેન્ટ સિસ્ટમ પણ પહેલાંથી સરી થશે. RBIએ આ માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ તૈયાર કર્યું છે. જેથી દેશના અલગ અલગ પ્રકારની પેમેન્ટ સિસ્ટમ સરળતાથી ઓપરેટ કરી શકાય. રિઝર્વ બેંક આ નિર્ણયો લઇને ઓનલાઈન પેમેન્ટને વધુ સિક્યોર બનાવવા માટે લીધા હોવાનું જણાવી રહી છે.