આપણે આત્મનિર્ભર ,મજબુત અને શકિતશાળી બનાવવું હોય તો ભણતરની સાથે મહત્વકાંક્ષા,મહેનત અને પ્રયત્નોની પણ જરૂર હોય છે… “સપને ઉનકે પૂરે નહિ હોતે જિનકે બાપ બડે હોતે હે,સપને ઉનકે પૂરે હોતે હે જો જીદ પર અડે હોતે હે” આ પંક્તિ ને સાર્થક કરતી હોય તેમ સંજોગો અને મુશ્કેલી વચ્ચે પણ પોતાના સેવેલા સપનાઓને પુરા કરવા માટે તેના સપનાઓના આડે આવતી હરેક મુશ્કેલીઓ ને અલગ અલગ અપ્રકારે મત આપી મંજિલ સુધી પોહ્ચવા કટિબંધ છે આ વિદ્યાર્થીની..
હા હું વાત કરી રહ્યો છુ સ્વપ્નાલી સુતાર નામની એક ગરીબ વિદ્યાર્થીની ની જે મહારાષ્ટ્રના કંકાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા દારિસ્તે ગામની આ છોકરી છે તે ભણવામાં ખુબજ હોશિયાર છે. તેણે 10 ધોરણમાં 98% મેળવ્યા હતા અને ધોરણ ૧૨ માં સારા ગુણ મેળવી શાળામાં પ્રથમ ડોક્ટર બનવાની ઇચ્છા હતી પરંતુ પરિસ્થિતિ સારી ના હોવાથી આ શક્ય ના બન્યું તેના માતા-પિતા ખેડુત હતા એટલે આટલો ખર્ચ કરી શકે તેમ ના હતા એટલે મુંબઇમાં પશુ ચિકિત્સક અધિકારી બનવાનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું.પરંતુ લોકડાઉન આવતાં ગામમાં ફસાઇ ગઇ અને અધૂરામાં પૂરું ઓનલાઇન ક્લાસ શરૂ થયા સ્વપ્નાલીની મુંઝવણ માં વધારો થયો ગામમાં નેટવર્ક ઇસ્યુ પહેલાથી જ હતો ત્યાં નેટવર્ક માંડ માંડ આવતું આ ઉપરાંત એન્ડ્રોઇડ મોબાઈલ નો પણ પ્રશ્ન તો સામે ઉભો હતો જ.. મોટા ભાઇ સહારો બન્યા અને તેમનો મોબાઇલ અભ્યાસ અર્થે આપ્યો પણ નેટવર્ક માટે ગામ અને ઘર છોડી ડુંગરમાં આમ તેમ ભટકવું પડતું ડુંગરોમાં અમુક જગ્યા પર નેટવર્ક મળતું ત્યાજ ગરમી હોવાના કારણે કોઈ ઝાડની નીચે બેસીને વાંચવા લખવાનું કાર્ય કરતી લાગી. સવારે 7 વાગે ઘરથી નિકળીને સાંજે 7 વાગે ઘરે પાછી ફરતી સ્વપ્નાલી ક્યારેય કંટાળો ન અનુભવતી. આખો દિવસ ડુંગર પર રહેવાનું એટલે ત્યા ચાર્જીંગની સમસ્યા આવી તેના વિષે તેણે પોતાની શિક્ષિકાને વાત કરી અને શિક્ષિકા એ પાવરબેન્ક અપાવ્યું. ત્યાં જ ચોમાસું શરૂવાત થઇ અને સ્વપ્નાલીની મુશ્કેલીઓમાં વધારો થયો થઇ પરંતુ તેણીએ હિમંત ના હારી. સ્ચાવપ્રનાલી ને મદદે ભાઈઓ આવ્યા અને ભાઇઓએ મળીને ડુંગર પર એક ઝુંપડી બનાવી આપી. હાલના સમયે સ્વપ્નાલી વરસાદમાં આ નાની ઝુંપડીમાં સહારો લઇ પ્રકૃતિ અને જાનવરોની વચ્ચે પોતાનો અભ્યાસ આગળ ધપાવી રહી છે..
Respect To This Girl!!!…લક્ષ્ય હાંસિલ કરવાનું સંકલ્પ હોય અને મનમાં મહત્વકાંક્ષા હોય…તો મુશ્કેલીઓ સુખદ બનતી હોય છે.