ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના રૂમલાના CHC કેન્દ્ર પર સારવાર અર્થે આવેલા આજુબાજુ વિસ્તારના દર્દીઓને ચીખલી કોંગ્રેસ સમિતિ તરફથી ધારાસભ્ય અનંત પટેલના આગેવાની હેઠળ ખાવા માટે ફળો અને પીવા માટે ફળોનું જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતી.

Decision Newsને પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચીખલી કોંગ્રેસ સમિતિ તરફથી અનંત પટેલની આગેવાનીમાં રૂમલાના CHC કેન્દ્ર પર સ્થાનિક ગામના અને સારવાર અર્થે આવેલા આજુબાજુ વિસ્તારના દર્દીઓને ખાવા માટે ફળો અને ફળોના જ્યુસનું વિતરણ કરી દર્દીઓના દુઃખમાં સહયોગી થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને દર્દીઓના ખબર અંતર પૂછવામાં આવ્યા હતા અને જલ્દીથી સ્વસ્થ થવા પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.

આ માનવ સેવાકાર્યમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, ચીખલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, માજી પ્રમુખ મગનભાઈ પટેલ, એન.એસ યુ.આઈના પ્રમુખ મનીષ પટેલ વલ્લભભાઈ વગેરેના કોંગ્રેસી નેતાઓ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા