છેલ્લા એકાદ વર્ષથી કંગના રનૌતે સૌશ્યલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહી વિવિધ મુદ્દાઓ ઉપર પોતાનો મત ટ્વિટ્સ રાખતી આપતી જોવા મળે છે. હાલમાં પણ તેણે ઓક્સિજનને અને બંગાલ વિધાનસભા પરિણામો ઉપર પણ પોતાનો મત આપ્યો હતો તેમના દ્વારા કરાયેલા ટ્વિટ્સની દેશમાં ચારે તરફ ટીકા થઇ રહી છે.
મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણીમાં એક વાર ફરીથી મમતા બેનર્જીની પાર્ટીની જીત થઈ તો કંગનાએ કેટલાય ટ્વિટ્સ કર્યા હતા આ પોસ્ટમાં તેણે બંગાળ હિંસાની વિરુદ્ધ પોતાની મત રાખતા ટીએમસી પર ગંભીર આરોપ લગાવયા છે. જેના કેટલાક સમય પછી જ કંગનાની ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કંગના રનૌત મોટે ભાગે સોશ્યલ મીડિયામાં પર બીજેપી અને પીએમ મોદીના સપોર્ટમાં સતત નજર આવી રહી છે. થોડા સમય પહેલા જ તેણે ટ્વિટમાં લખ્યું કે હું ખોટી હતી, તે રાવણ નથી. તે તો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. દુનિયામાં સૌથી સારો દેશ બનાવ્યો, મહાન એડમિનિસ્ટ્રેટર હતા વિદ્વાન હતા. અને વીણા બજાવનાર પોતાની પ્રજાનો રાજા હતા, તે તો લોહીની તરસી રાક્ષસી તાડકા છે. જેને લોકોને તેના માટે વોટ કર્યો, લોહીથી તમારા હાથ પણ ખરડાયેલા છે.
કંગનાએ ટ્વિટ લખ્યું હતું કે ટીએમસી ગુંડાઓએ બીજેપીના કાર્યકર્તાઓના ગેંગરેપ કર્યા છે. ઈંદિરા ગાંધીએ 39 વખત આપતકાલ લગાવ્યો અને તેણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયા ભારતને આ વાતની પરવાહ નથી કે તમે શું વિચારી રહ્યા છો. આ અભણ લોહીના પ્યાસી રાષ્ટ્ર પ્રેમી મોદીની ભાષા નથી સમજતા, તેમને ડંડા જોઈએ.