પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ: કોરોના મહામારી આજે વલસાડના સમગ્ર પંથક ફેલાય રહ્યો છે તેવામાં વલસાડ ડેપોથી સાંજે સુખાલા સાદડવેરી આવતી 7 વાગ્યાની નાઈટ બસ બંધ કરી વાપી ડેપોથી ઘાણવેરી ગામમાં આવતી નાઈટ બસ બંધ કરી દીધી અન્ય રૂટ ઉપર જતી બસો ને પણ ટૂંકાવી દેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે વલસાડ ડેપોની સુખાલા સાદડવેરી આવતી નાઈટ બસ વલસાડ ડેપોથી સાંજે 5.00 કલાકની આસપાસ ઉપડતી તે બસ પારડી વાઘછીપા ધગડમાળ થઈ નાનાપોઢા વાયા કરી બાલચોંઢી થઈને સુખાલા સાદડવેરી 7.00 કલાકે આવી નાઈટ રહેતી હતી. તે બસ માટે પણ બંધ કરવામાં આવશે.

આ બસ વાપી ડેપો દ્વારા અચાનક બંધ કરી દેતા ભારે અસગવડતા ઉભી થઇ છે. સવારે 7.00 કલાકે ઉપડતી બસ છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ છે જેના કારણે વાપી દમણ સેલવાસ મજૂરી કામ કરવા જતાં લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.

BY દિવ્યભાસ્કર