ધરમપુર: ગતરોજ ધરમપુર નગરપાલિકા દ્વારા વિવિધ સ્થાનિક વેરાઓમાં સુચવવામાં આવેલા વધારા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા પાણીવેરો, સફાઈવેરો, ઘાસ સફાઈવેરો અને દીવાબત્તી વેરામાં વધારો કરવા અંગે જાહેર કરાયેલી સૂચના સામે આજે એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ચીફ ઓફિસર સમક્ષ સત્તાવાર વાંધા અરજી નોંધાવવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારીમાં વાંધા અરજીમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, નગરપાલિકા પ્રજા પર નવો કરબોજ ઝીંકતા પહેલા શહેરના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવે. હાલમાં ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્ય, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાઓને કારણે પ્રજા ત્રસ્ત છે. આ ઉપરાંત નગરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓની યોગ્ય સફાઈ અને જાળવણી ન થતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

વહીવટમાં અપારદર્શિતા અને RTI નો જવાબ ન મળવાનો આરોપ રજૂઆતકર્તાએ નગરપાલિકાના વહીવટ સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા હતા. જેમાં મુખ્યત્વે: ગાર્ડનની દુર્દશા: જાહેર ગાર્ડનમાં તૂટેલી અને કાટ લાગેલી રેલિંગોથી અકસ્માતનો ભય. લાઇટના થાંભલા અંગે અપારદર્શિતા: સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ અને ખર્ચ અંગે યોગ્ય પારદર્શિતાનો અભાવ. RTI નો અનાદર: માહિતી અધિકાર (RTI) હેઠળ માગવામાં આવેલી વિગતોનો યોગ્ય જવાબ ન આપવો. રમતગમતના મેદાનનો અભાવ: શહેરમાં યુવાનો માટે કોઈ યોગ્ય રમતગમતના મેદાનની સુવિધા ન હોવી.

ઉગ્ર આંદોલનની ચીમકી રજૂઆતકર્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નગરપાલિકા પ્રજા પાસેથી વેરો ઉઘરાવે છે તો તેની સામે યોગ્ય સુવિધાઓ અને થયેલા ખર્ચનો સાચો હિસાબ આપવો જરૂરી છે. પાયાની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવ્યા વગર કરવેરામાં વધારો કરવો તદ્દન અયોગ્ય છે. ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કરતા ચીમકી આપવામાં આવી હતી કે જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને વેરા વધારાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે, તો આગામી સમયમાં સ્થાનિક પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here