નાનાપોંઢા : 181-કપરાડા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા નાનાપોંઢા સ્થિત બિરસા મુંડા ચાર રસ્તા સર્કલ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જનતાના મતાધિકારોનું રક્ષણ કરવા અને લોકશાહીના મૂલ્યોની જાળવણી માટે આયોજિત આ કાર્યક્રમને પગલે નાનાપોંઢા વિસ્તારમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.

વિરોધ પ્રદર્શન દરમિયાન ‘આપ’ના હોદ્દેદારો અને કાર્યકરોએ મતાધિકારોના રક્ષણ તેમજ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. શાંતિપૂર્ણ વિરોધ દર્શાવી રહેલા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ ગઈ હતી. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ-સંગઠન મંત્રી જ્યેન્દ્રભાઈ ગાંવિત, કપરાડા વિધાનસભા પ્રભારી ગુલાબભાઈ પટેલ, સોશિયલ મીડિયા પ્રમુખ અજીતભાઈ પટેલ, કપરાડા સંગઠન મંત્રી રાજેશભાઈ રાઉત, કપરાડા તાલુકા પ્રમુખ મનેશભાઈ ભાવર, નાનાપોંઢા તાલુકા પ્રમુખ નિરવભાઈ પટેલ અને સંગઠન મંત્રી વિનોદભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, વિધાનસભા યુવા પ્રમુખ લતેશભાઈ પટેલ, માંડવા જિલ્લા સીટના પ્રમુખ અશોકભાઈ બિરારી, નાનાપોંઢા જિલ્લા પોલીસ સીટના પ્રમુખ રમેશભાઈ નાયક સહિત પંકજભાઈ પાહુ (મોટી વાહિયાળ), ધીરુભાઈ ઠાકરિયા (ઓઝરડા), મિહિરભાઈ પટેલ (કવાલ) અને રીતેશભાઈ ગાવિત (ખુંટલી) જેવા અન્ય અગ્રણીઓ અને સક્રિય કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાતા વાતાવરણ ગરમાયું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here