ધરમપુર: ગતરોજ ધરમપુર સ્થિત વનરાજ કોલેજ ખાતે NSS (નેશનલ સર્વિસ સ્કીમ) ના ઉત્સાહી યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધન પર્વની ભવ્ય અને લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે વલસાડ તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી ડૉ. હેમંત પટેલ અને સાંઈનાથ હોસ્પિટલના સોનલ પટેલે હાજરી આપીને યુવાનો સાથે પર્વનો આનંદ માણ્યો હતો.

આ ઉજવણી દરમિયાન રાખડીના પવિત્ર બંધનની સાથે ભાઈ-બહેનના પ્રેમ, અરસપરસના વિશ્વાસ અને સુરક્ષાના ભાવને વાચા આપવામાં આવી હતી. તેની સાથે જ, દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારી સમજીને સમાજસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ દેશહિત અને સમાજસેવાના કાર્યોમાં સદૈવ અગ્રેસર રહેવાના શપથ લીધા હતા.

ડૉ. હેમંત પટેલે જણાવ્યુ હતું કે, વનરાજ કોલેજના NSS ના યુવાનોમાં સમાજસેવા માટે અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો છે. રક્ષાબંધનનો આ તહેવાર માત્ર એક સૂતરનો તાંતણો નથી, પરંતુ એકબીજાની રક્ષા કરવાની સાથે સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે કટિબદ્ધ થવાનો પવિત્ર અવસર છે. યુવાનો સાથેની આ ઉજવણીથી સમાજ ઉત્કર્ષની ભાવનાને નવી ઊર્જા મળી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here