માંડવી: માંડવી તાલુકાના લાખગામ વિસ્તારમાં ફરી એક વાર માનસિક આઘાતનો ભોગ બનેલા યુવાને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. આશરે સાત વર્ષ પહેલાં થયેલા વાહન અકસ્માતમાં વિપુલને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારથી તેઓ માનસિક અસ્વસ્થતાની સમસ્યાથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો અને સ્થાનિકોના કહેવા મુજબ, અગમ્ય કારણોસર તેમણે આ દુ:ખદ પગલું ભર્યું હોય તેમ લાગે છે.
Decision news ને મળેલી માહિતી મુજબ ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. માંડવી પોલીસ મથકે આકસ્મિક મોતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનો અને સ્થાનિકોના કહેવા મુજબ, અગમ્ય કારણોસર તેમણે આ દુ:ખદ પગલું ભર્યું હોય તેમ લાગે છે.
પોલીસ સૂત્રો અનુસાર, પિપલવાડા ગામના ગેટ ફળિયાના રહેવાસી વિપુલ ખુશાલ ચૌધરીએ ગત જૂનના રોજ લાખગામની સીમ વિસ્તારમાં આવેલા ઝાડી-જંગલ વિસ્તારમાં એક ઝાડ સાથે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.











