ધરમપુર: આજરોજ ધરમપુરમાં લાંચિયા પોલીસ કર્મચારીઓ સામે નવસારી ACB દ્વારા આજે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એક પ્રોહિબિશનના કેસમાં ફરિયાદીને હેરાન ન કરવાના અવેજ પેટે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા પોલીસકર્મીઓને ACBની ટીમે છટકું ગોઠવીને ઝડપી પાડયા છે.

મળતી વિગતો મુજબ ધરમપુર વિસ્તારમાં નોંધાયેલા એક પ્રોહિબિશન કેસમાં ફરિયાદીને હેરાનગતિ ન કરવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે નવસારી ACBનો સંપર્ક સાધ્યો હતો. ACBની ટીમે આજે ધરમપુર ખાતે સફળ ટ્રેપ ગોઠવીને રૂપિયા 5 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ કિશોર ગાવિતને રંગેહાથ દબોચવામાં આવ્યો હતો પણ તે હાલમાં ફરાર થઇ ગયો છે.

જ્યારે ACBની આ કાર્યવાહી દરમિયાન લાંચના આ ગુનામાં સંડોવાયેલા અન્ય કોન્સ્ટેબલ રમેશ ગાવિતની પણ ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના આ મામલામાં સંડોવણી ખુલતા જ એસીબીએ બંને પોલીસ કર્મચારીઓને જેલભેગા કરી દીધા છે અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસનો દોર શરૂ કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here