દક્ષિણ ગુજરાત:  હાલના સમયમાં ઉમરપાડા વિસ્તારના જંગલો અને ગ્રામ્ય વિસ્તારોમાં કરમદા (કરૌંદા)ના ફળ પાકીને તૈયાર થયા છે. લીલા રંગમાંથી લાલ અને પછી કાળા રંગે રંગાતું આ નાનકડું ફળ કુદરતની અમૂલ્ય ભેટ સાબિત થઈ રહ્યું છે.

કરમદા એવું ફળ છે જે સામાન્ય રીતે જંગલ અને ગામડાઓમાં સરળતાથી મળી આવે છે, પરંતુ તેની આરોગ્યપ્રદ કિંમત અત્યંત વિશેષ છે. પાકતી વખતે તેનો રંગ લીલાથી લાલ અને પછી આકર્ષક કાળા રંગમાં બદલાય છે, જે જોનારને મોહિત કરી દે છે.

ખાસિયત અને આરોગ્યલાભ:
ખાટા-મીઠા સ્વાદવાળું આ ફળ વિટામિન Cથી ભરપૂર હોય છે. તે શરીરને તાકાત અને તાજગી આપે છે. નાના દેખાતા આ ફળમાં મોટી તાકાત છુપાયેલી છે. ઉનાળાની ઋતુમાં તાજગી મેળવવા માટે આ ફળ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

સ્થાનિક લોકો કહે છે કે, “જે વસ્તુઓ સરળતાથી મળે છે તે જ ઘણી વખત સૌથી કિંમતી હોય છે.” કુદરત આપે છે તે દરેક વસ્તુ અમૂલ્ય છે. આવા ફળોની કદર કરવી જોઈએ. આદિવાસી જંગલ વિસ્તારોમાં હાલ કરમદાની લણણી અને વપરાશ વધ્યો છે. ઘણા લોકો તેને તાજું ખાય છે તો કેટલાક અથાણું અને જ્યુસ બનાવીને પણ સાચવી રાખે છે. કુદરતની આ નાની પરંતુ અમૂલ્ય ભેટની કદર કરીએ અને તેનો મહત્તમ લાભ લઈએ.

BY: હેમંત વસાવા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here