ડેડીયાપાડા: ​​ગતરોજ આશ્રમ શાળા સમરપાડા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર અને આમંત્રિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

​આ કાર્યક્રમમાં બી.આર.સી. સાહેબ શ્રી નરેશભાઈ વસાવા, સંસ્થાના પ્રતિનિધિ આચાર્ય શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ (આશ્રમ શાળા ટીમ્બા), તેમજ નિર્મલ સાહેબ (આશ્રમ શાળા વાઘેચા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પૂર્વ શિક્ષક શ્રી આદેશભાઈ મિશાલ અને શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

Decision News ને મળેલી જાણકારી મુજબ ​કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો અને સ્ટાફ પરિવાર દ્વારા ધોરણ 8 ના તમામ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે વિતાવેલા સમયની સ્મૃતિઓ વાગોળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને જીવનના આગામી તબક્કામાં પણ મહેનત અને શિસ્ત સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં, ભીની આંખે સ્ટાફ પરિવાર અને અન્ય વિદ્યાર્થીઓએ ધોરણ 8 ના બાળકોને મંગલમય ભવિષ્યની શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here