ધરમપુર: વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધરમપુરના બરૂમાળ ગામે ઉતારા ફળીયામાં એક વાડીમાં ચાલતા વરલી મટકાના જુગારધામ પર દરોડો પાડી પાંચ ઇસમોને રંગેહાથ ઝડપી પાડી પોલીસે કુલ 17,510/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
હેડ કોન્સ્ટેબલ રજનીકાંત રમેશભાઈ બારીઆને મળેલી બાતમીના આધારે દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સક્રિય LCB ની ટીમેં ધરમપુરના બરૂમાળ ગામે રણજીતભાઇ ધર્માભાઇ ગાંવિતની વાડીમાં દરોડો પાડ્યો અને ત્યાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો તેમાં પોલીસ દ્વારા સ્થળ પરથી નીચે પ્રમાણે આરોપીઓની ધરપકડ કરી છે:
1 રણજીતભાઇ ધર્માભાઇ ગાંવિત (ઉ.વ. ૪૦, રહે. બરૂમાળ)
2 કિશોરભાઇ રમજુભાઇ બારીયા (ઉ.વ. ૪૨, રહે. બરૂમાળ)
3 જાનુભાઇ નાગજુભાઇ ચૌધરી (ઉ.વ. ૬૬, રહે. પાનવા)
4 અમિતભાઇ કિશનભાઇ કુંવર (ઉ.વ. ૩૫, રહે. ગોરખડા)
5 કાળુભાઇ દલુભાઇ પવાર (ઉ.વ. ૪૫, રહે. આવધા રાજપુરી)
આ કેસમાં ઉમરથાણા (મહારાષ્ટ્ર) ના ‘ચીટી’ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જે આંકડાનું કીંગ લેતો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે:
4 નંગ મોબાઇલ ફોન ( 9000/-)પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે:
4 નંગ મોબાઇલ ફોન (9000/-) ‘ રોકડ રકમ (8,510/-) લખાણ માટેના પાટીયા, કાપલી બુક, કેલ્કયુલેટર અને અન્ય સાહિત્ય, આ સફળ કામગીરી LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી.વસાવા, હેડ કોન્સ્ટેબલ રજનીકાંત રમેશભાઇ, મહેન્દ્ર ગુરજીભાઇ, કનકસિંહ દોલુભા, ઓમપ્રકાશસિંહ રાજપુત અને નીતિન બાબુલાલ દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓ અને મુદ્દામાલને આગળની તપાસ માટે ધરમપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવી છે.











