દક્ષિણ ગુજરાત: ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર “બોગસ પ્રમાણપત્ર”નો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. આદિવાસી નેતાઓ પર આદિવાસી પ્રમાણપત્રો બનાવીને રાજકીય લાભ લેવાના આરોપો લાગી રહ્યા છે. આ વિવાદે આદિવાસી સમાજના સ્વાભિમાનને લગતો પ્રશ્ન બની ગયો છે અને હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના બોગસ પ્રમાણપત્રના સમર્થન કરતાં પોતાની જ પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્યો વિરુદ્ધ ચેતર વસાવા શું કરશે આ મુદ્દે રાજીનામું આપશે કે પૂરેપૂરી લડત લડશે ?

આમ આદમી પાર્ટી પર આદિવાસી હિતો સામે જવાના આક્ષેપો તેજ બન્યા છે. ક્યાંક આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી આદિવાસી સમાજને હિતો કચડી રહ્યા છે. Decision News દ્વારા આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા સાથે વાતચીત થઇ તેમનું કહેવું હતું કે અમે હાલમાં મુંઝવણમાં છીએ, ઈશુદાન અને હેમંત ખવા કેમ ખોટને સાથ આપી રહ્યા છે એ ખબર નથી, જો ઈશુદાનભાઈના વિચારો ન બદલે તો આવનારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં લોકો સામે આમ આદમી પાર્ટી માટે મતો માંગવા મુશ્કેલ બની જશે.. અમારા નેતા ચૈતર વસાવા પર લોકો વિશ્વાસ કરે છે અને તેના કારને લોકો પાર્ટી સાથે જોડાઈ રહ્યા હતા પણ હવે જે શિક્ષિત આદિવાસી યુવાનો ઈશુદાનના નિવેદન પર સવાલો કરી રહ્યા છે, આવનારા દિવસોમાં આ મુદ્દો વધી ગરમાશે એવી અમને દેખાય છે.

પ્રશ્નો અનેક છે:

ખોટા પ્રમાણપત્ર ધરાવનારાઓ સામે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી  સમર્થન કેમ કરી રહ્યા છે ? આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે રાજકીય ખેલ કરી રહી છે. ? ચેતર વસાવા અને AAPના અન્ય આગેવાનો પર સીધો આરોપ છે કે તેઓએ આદિવાસી પ્રમાણપત્રોના આધારે રાજકીય લાભ મેળવ્યા છે અને હવે તે જ સમાજના હિતો સામે જઈ રહ્યા છે.

લોકોનું કહેવું છે કે ઈશુદાન આ બધું સમાજને વિભાજિત કરવા માટેની વ્યૂહરચના છે. તે ખોટને ખરા બનાવવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં આ મુદ્દો માત્ર રાજકારણનો નથી, પરંતુ આદિવાસી સ્વાભિમાન અને અસ્તિત્વનો પ્રશ્ન બની ગયો છે. આદિવાસી સમાજના લોકો હવે એ જોવા માટે તૈયાર છે કે સત્ય શું છે અને કોને વિશ્વાસ કરવો. ઈશુદાન ગઢવીના નિવેદને ચગાવેલા આ વિવાદે દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની બની રહેલા લોકોના વિશ્વાસને ભોય ભેગો કર્યો હોય એવા મંતવ્યો મળી રહ્યા છે. એક ઇન્ટરવ્યુંમાં ચૈતર વસાવા જણાવે છે કે હું આજે પણ ચારણ રબારી ભરવાડના બોગસ પ્રમાણપત્ર મુદ્દે વિરોધમાં જ છું અને તે રદ જ થવા જોઈએ, આ મુદ્દે મારી લડત ચાલુ જ રેહશે.. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here