દમણ: છેલ્લા કેટલાક સમયથી દમણ- વાપીમાં સ્પાનો ઘંઘો ફૂલીફાલી રહ્યો છે કેહવા કરતાં સ્પાનો રાફડો ફાટી નીકળ્યો છે એમ કહેવું વધુ ઉચિત રેહશે. દમણ દરેક મુખ્ય માર્ગો પર અને વાપી તાલુકામાં પણ હવે તો સ્પાના બોર્ડ નજરે પડે છે.
Decision News એ મેળવેલી જાણકારી મુજબ દવાખાના, લેબોરેટરી, કરિયાણાની દુકાનો પાસે સ્પા ખોલવાની પ્રશાસને જે મંજૂરી આપી છે તેને લીધે લોકોને ખાસ સમસ્યા નદી રહ્યાની લોક્બૂમ ઉઠી છે. આ સ્થળે બહેન દીકરીઓને વધારે આવવું જવું પડે છે અને બહાર થી આવતા રંગીન મિજાજી પર્યટકો ધણીવાર સ્પા ની દુકાનોની બહાર ભાવતાલ અને ન લખી શકાય તેવા સવાલો સ્પા ગર્લ્સને કરે છે આવી સ્થિતિમાં માં બહેન દીકરીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડતું હોય છે.
પ્રશાસને સ્પા જેવા વ્યવસાય માટે નિયમ બનાવવાની જરૂર છે. ખાસ કરીને બહેનો અને દીકરીઓના નિયમિત આવવા જવા વાળા સ્થાનો થી દૂર સ્પાની મંજૂરી આપવી જોઈએ એવી લોક લાગણી છે. દમણની જેમ વાપી વિસ્તારમાં પણ સ્પાની આડમાં ગોરખધંધા ચાલી રહ્યા છે જેમાં અમુક સ્પાના સંચાલકો રૂપવાન યુવતીઓને ભાડે રાખી આ ગેરકાયદે ધંધો ચલાવી રહ્યા છે પણ કોઇ પુરાવો ન હોવાથી તંત્ર પણ આ લોકો સામે પગલા લેવામાં અસમર્થ હોય એમ જોવા મળી રહ્યું છે.











