દમણ: અમરોલી વિસ્તારના એક યુવાનનો મિત્રો સાથે દમણમાં યોજાયેલી મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જગાવી છે. આ વિડીયો કથિત રીતે તેની પૂર્વ પત્ની દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Decision news ને મળેલી માહિતી મુજબ, Instagram પર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તન્વી પટેલ સાથે પ્રેમસંબંધ બાદ યુવાને લગ્ન કર્યા હતા. પરંતુ હવે લગ્ન તૂટ્યા બાદ યુવાનને બદનામ કરવાની કોશિશ થઈ રહી હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

યુવાન કેવિન વઘાસીયાનો દાવો છે કે, એકાંત પળોના ફોટા અને સ્ટીકર મોકલાવી તેને પણ વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને તપાસની માંગ ઉઠી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here