પારડી: પ્રાથમિક શાળા ખેરલાવ ખાતે વિશ્વ માતૃભાષા સપ્તાહના અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉત્સાહભેર અને ભાવભીનાં માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રાથમિક શાળા ખેરલાવ અને પુસ્તક પરબ વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વલસાડથી પધારેલા હાસ્યકલાકાર શ્રી રમેશ ચાંપાનેરી, લોકસાહિત્યના ગાયક શ્રી દેવરાજ બાપા તથા મુખ્ય અતિથિ તરીકે ડૉ. હેમંતભાઈ પટેલ અને ડૉ. રામચંદ્ર જોષી ઉપસ્થિત રહી પોતાના માર્ગદર્શક વિચારો રજૂ કર્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમનો પ્રારંભ દેવરાજ બાપાની વાંસળીના મધુર સૂર અને દીપ પ્રાગટ્યથી થયો. આચાર્યશ્રી જયમતીબેન પટેલે શબ્દપુષ્પથી સૌનું હાર્દિક સ્વાગત કર્યું. SMCના સભ્યો, વાલીઓ અને ગ્રામજનોની નોંધપાત્ર ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવ અપાવ્યું. વિધાર્થીઓમાં સારા સંસ્કાર વિકસે તે હેતુથી સ્વાતિબેન મિસ્ત્રી દ્વારા દરેક વિધાર્થીને પાણીની બોટલ ભેટરૂપે આપવામાં આવી આ સુંદર પહેલ બદલ તેમનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.

ડૉ. હેમંતભાઈ પટેલે માતૃભાષાનું મહત્વ સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યું, જ્યારે ડૉ. રામચંદ્ર જોષીએ “એક બિલાડી જાડી” બાળગીત દ્વારા બાળકોમાં આનંદનો માહોલ સર્જ્યો. શ્રી દેવરાજ બાપાએ “શિવાજીનું હાલરડું” સહિત લોકગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. હાસ્યકલાકાર શ્રી રમેશ ચાંપાનેરીએ હાસ્યના ફુવારાથી સૌને હસાવી કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પુસ્તક પરબ વલસાડના ચેરમેન ડૉ. આશા ગોહિલ તથા શ્રી હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

સરપંચ મયંક પટેલ કહે છે..કાર્યક્રમના અંતે વિધાર્થીઓ, શિક્ષકો, મહાનુભાવો તથા ગ્રામજનોએ માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવ વ્યક્ત કરતાં ગુજરાતીમાં હસ્તાક્ષર કરી અનોખી એકતા દર્શાવી હતી. સમગ્ર આયોજન બદલ પુસ્તક પરબ વલસાડ, આચાર્યશ્રી જયમતીબેન તથા સહયોગી ટીમને હાર્દિક અભિનંદન અને આભાર માન્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here