ધરમપુર-કપરાડા: ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટે કપરાડા અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત બનાવવાના મુખ્ય હેતુ સાથે બૂથ પ્રમુખો અને શક્તિકેન્દ્ર સંયોજકો સાથે બેઠકો કરી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ કપરાડાના કાકડકોપર ગામે યોજાયેલી બેઠકમાં પ્રશાંત કોરાટે બૂથ પ્રમુખો અને શક્તિકેન્દ્ર સંયોજકોને સંબોધતા કહ્યું કે, “બૂથ સ્તરનો કાર્યકર્તા પક્ષની સાચી શક્તિ છે. જો દરેક બૂથ મજબૂત હશે, તો સંગઠન આપમેળે સશક્ત બનશે.”
જયારે પ્રશાંત કોરાટે ધરમપુરમાં નગરપાલિકાના મેરેજ હોલ ખાતે શહેર અને તાલુકાના કાર્યકર્તાઓની સંયુક્ત બેઠક કરી આ બેઠકમાં પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી અને જિલ્લા અધ્યક્ષ હેમંત કંસારાએ પણ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. અહી દક્ષિણ ઝોન પ્રવાસ ટીમના સભ્યો, જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ અને ગણેશ બિરારી, યુવા મોરચા પ્રમુખ પ્રભાકર યાદવ, ધરમપુર તાલુકા પ્રમુખ કેતન વાઢું, શહેર પ્રમુખ અમિત ચોરેરા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.











