સેલવાસ: આજના AI ના રોબોટિક યુગમાં પણ દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ગ્રામીણ જીવનની સાદગી, સુંદરતા અને અખંડ મહેનતની ગાથા કહે છે. આપણાં ગામડાંઓની બહેનો આજે પણ વર્ષો જૂની પદ્ધતિઓ અને પથ્થરની ઘંટીનો ઉપયોગ કરીને અનાજ દળે છે. આ માત્ર દળવાની ક્રિયા નથી, પરંતુ સંસ્કૃતિનું જતન છે અને પરિશ્રમનું પ્રતીક છે.
ગામડાંના સાદા માટીના ઘર અને મહિલાનાં ચહેરા પરની શાંતિ જીવનની અસલ સુંદરતા દર્શાવે છે. જૂના ટાયર અને લાકડાના ટેબલનો ઉપયોગ કરીને બનાવેલો આ પ્લેટફોર્મ દર્શાવે છે કે આદિવાસી સમુદાયો કેવી રીતે વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ જીવન જીવે છે.
આદિવાસી ગામડાંઓમાં હજારો વર્ષ જૂની પરંપરા આજે પણ આદિવાસી લોકોના ઘરે માતાઓ-બહેનો પથ્થરની પરંપરાગત ઘંટી (ઓખલી-મુસળ) પર ધાન્ય દળે છે. આજે સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટથી ત્રસ્ત છે, ત્યારે ગામડાંની પરંપરા, પરિશ્રમ, પર્યાવરણ અને પરસ્પર જોડાણનું એક જીવંત ઉદાહરણ બનીને ઊભા છે.
BY: મુકેશ પટેલ (સેલવાસ)











