સેલવાસ: દાદરા નગર હવેલીમાંથી એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી સ્થિતિમાં મળી આવ્યાનો બનાવ સામે બહાર આવ્યો છે. સેલવાસના બહુમાળી કોમ્પલેક્ષ પરિસરમાં ઝાડ નીચે ઝાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં ભરીને આ બાળકને છોડી કુમાતા જતી રહી હતી.
Decision News ને મળેલી જાણકારી અનુસાર બનાવ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બહુમાળી કોમ્પલેક્ષમાં રહેતા સ્થાનિકોએ એક નાના બાળક રડવાનો અવાજ સાંભળ્યો અને અવાજની દિશામાં આગળ વધતા, તેમને ઝાડ નીચે ઝાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં એક નવજાત શિશુ જોવા મળ્યું અને તેઓએ તાત્કાલિક બાળકને થેલીમાંથી બહાર કાઢ્યું અને તેની કાળજી લીધી.
બાળક છોકરો છે સ્થાનીકોએ આ બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી અને બાદમાં બાળકનો કબજો લેવામાં આવ્યો હતો. તાજા જાણકારી મુજબ બાળકને વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.










