નવસારી: ચીખલી- વાંસદા વિધાનસભા મતવિસ્તારના ઘણાં ગામોમાં વરસાદને લઈ રસ્તા બિસ્માર બનતા સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને વાંસદા તાલુકા ભાજપ સંગઠનના અથાગ પ્રયત્નોને લીધે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાંસદા અને ચીખલી વિસ્તારના 16 ગામના 44 કિલોમીટરના રસ્તાઓ માટે રિસરફેસિંગ અને મરામતના કામો માટે ગ્રાન્ટ ફાળવી.

Decision News ને મળેલી માહિતી મુજબ રસ્તાઓ રિસરફેસિંગ અને મરામતના કામો માટે રૂ. 34.83 કરોડની ગ્રાન્ટને મંજૂરી મળતા મહુવાસ-કેવડી સરા રોડ, સિણધઇ-ચઢાવ રોડ, વાડીચોંઢા-લીમઝર રોડ, લાખાવાડી-ચાપલધરા મીંઢોળ ફળિયા રોડ, ગંગપુર-લાછકડી રોડ, મનપુર-વડલી ફળિયા રોડ, પ્રતાપનગર-ચાપલધરા રોડ રસ્તાઓની મંજૂરી મળી.

આ ઉપરાંત કાકડવેલ માસ્ટર ફળિયા રોડ, ઢોલાર-રાનપાડા- માંકડપાડા રોડ, ગોડથલ પટેલ ફળિયાથી ઢોલુમ્બર રોડ, કાકડવેલથી સારવણી અપ્રોચ રોડ, માંડવખડક ચિતલપાડા રોડ, રૂમલા-મંગળપાડા રોડ, કુકેરી હરિજનવાસ ટુ રાનવેરીકલ્લા રોડ, ધોલાર ફળિયા રોડ સહિતના રસ્તાઓની મંજૂરી મળતા પ્રદેશ આદિજાતિ મોરચા મહામંત્રી પિયુષ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.