વાપી: વાપી શહેરના મેઈન બજાર રોડ, હસ્તીમલ ક્રિષ્નાજી દુકાનની ઉપર, માતૃ ફૂટવેરની બાજુમા, અજબ ગજબની બાજુમા ઝંડા ચોક ખાતે રહેતા 38 વર્ષીય સાન્મતી પ્રશમ શાહ ગત તા.30 સવારે 8 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી કોઈના ઘરે ડેકોરેશન માટે ઘરેથી બે થેલા અને ડેકોરેશનનો સામાન લઈને ગયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેકોરેશન માટે ઘરેથી નીકળ્યા બાદથી કોઈ અગમ્ય કારણસર કશે જતા રહ્યા હતા.તેમની શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી નથી અને તેઓ આજ દિન સુધી પરત ફર્યા નથી. ગુમ સાન્મતી છેલ્લા કેટલાક સમયથી ટેન્શનમાં રહેતી હતી અને કોઈ સાથે વાતચીત પણ કરતી ન હતી.

ગુમ પરિણીતા ગુજરાતી, હિન્દી અને કન્નડ ભાષા જાણે છે.જો કોઈને પણ આ મહિલાની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો 90336-02767 અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.i n પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.