તાપી: તાપી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વ્યારા શહેર અને કાનપુરા ગામના માર્ગ પર વરસાદ પડયો હતો.
જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું છે. વ્યારામાં સૌથી વધુ 37 મીમી વરસાદ નોંધાયો છે. વાલોડમાં 29 મીમી, સોનગઢમાં 14 મીમી, ડોલવણમાં 9 મીમી અને ઉચ્છલમાં 4 મીમી વરસાદ પડયો છે.વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, નદી-નાળા અને નાના પુલ પર પાણી ફરી વળ્યું છે. વાહનચાલકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં હરિયાળી છવાઈ ગઈ છે.











