ધ બેટર ઈન્ડિયા ફોટોગ્રાફ

તાપી: ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગાયસાવર ગામમાં એક એવું અનોખું ઘર છે, જેનો અડધો ભાગ ગુજરાતમાં છે અને અડધો ભાગ મહારાષ્ટ્રના ખોકરવાલા ગામમાં છે. આ ઘરમાં 70 વર્ષના મગનીબેન છેલ્લા બેદાયકાથી એકલા રહે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજના મગનીબેન પોતાના પતિના અવસાન પછીથી અહીં એકાંત જીવન જીવી રહ્યા છે. તેમની દૈનિક જીવનશૈલી પણ અનોખી છે– ગુજરાતના ભાગમાં રસોઇ બનાવે છે અને મહારાષ્ટ્રના ભાગમાં બેઠા ખાય છે.ગામના લોકો મગનીબેનને પરિવાર સમજી મદદરૂપ બને છે.

ભલે અડધું ઘર મહારાષ્ટ્રમાં હોય પણ તેઓ વર્ષોથી ગુજરાતમાં મતદાન કરે છે અને તેમના માટે ગામજનો જ સાચો આધાર છે.આ અનોખું ઘર અને તેમની જીવનશૈલી લોકોમાં ઉત્સુકતા જગાવે છે અને ઘણા લોકો ખાસ કરીને આ દૃશ્ય જોવા માટે આવે છે.

BY: ધ બેટર ઈન્ડિયા