વલસાડ: વલસાડના પ્રસિદ્ધ તિથલ બીચ પર એક મોટી દુર્ઘટના ટળી છે. દરિયામાં ભરતીના સમયે અચાનક આવેલા મોટા મોજાએ સહેલાણીઓમાં ભયનો માહોલ સર્જ્યો હતો. દરિયા કિનારે આવેલા પગથિયાં પર બેઠેલા સહેલાણીઓ દરિયાની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આવેલા તોફાની મોજાએ તેમને ચપેટમાં લીધા.
Decision news ને મળતી માહિતી અનુસાર સદનસીબે, તમામ સહેલાણીઓ સુરક્ષિત રીતે બચી ગયા.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલું મોટું મોજું આવીને સહેલાણીઓને તણવાનો પ્રયાસ કરે છે.
આ ઘટના દરિયા કિનારે સહેલાણીઓએ સાવચેતી રાખવાની અગત્યતા દર્શાવે છે. વલસાડના સ્થાનિક તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારે સલામતીના નિયમોનું પાલન કરવા અને ભરતીના સમયે વધુ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

