વલસાડ: વલસાડ શહેરમાં એક નિવૃત્ત LIC કર્મચારી પાસેથી પાંચ લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે. Decision news ને મળતી માહિતી અનુસાર વડોદરા LICમાંથી નિવૃત્ત થયેલા દિનેશભાઈ પટેલ (63) પોતાના મકાનના બાંધકામ માટે બેંકમાંથી રૂપિયા ઉપાડવા આવ્યા હતા.

11 જૂન 2025ના રોજ બપોરે 3:15 વાગ્યે દિનેશભાઈએ વલસાડના હાલર રોડ પર આવેલી ઇન્ડિયન બેંકમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડયા. તેમણે રકમ પીળી થેલીમાં મૂકી પોતાની હોન્ડા મોટરસાઇકલ (GJ-15-DR-2588)ના સ્ટેયરીંગ પર રાખી. ત્યારબાદ તેઓ નજીકની દુકાને ડ્રાયફ્રૂટ ખરીદવા ગયા હતા.આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ મોટરસાઇકલ પાસે આવ્યો અને રૂપિયા 5 લાખ ભરેલી થેલી ઉઠાવીને પોતાના સાથી સાથે પલ્સર બાઈક પર ફરાર થઈ ગયો.

દિનેશભાઈની બૂમાબૂમથી સ્થાનિક લોકો ભેગા થયા. તેમણે તરત જ બેંક મેનેજરને જાણ કરી હતી.વલસાડ સીટી પોલીસના PI દિનેશ પરમારે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી કરાવી છે. પોલીસે બેંકની અંદર અને બહારના CCTV ફૂટેજ તપાસ્યા છે. ફૂટેજમાં થેલી ચોરનાર વ્યક્તિ અને પલ્સર બાઈક પર ભાગતો દૃશ્ય સ્પષ્ટ દેખાય છે. દિનેશભાઈએ વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here