સુરત: સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલા વાંકાનેડા ગામ ખાતે એક પાંચ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ વાંકાનેડા ગામે રહેતા પરપ્રાંતિય શ્રમજીવીની પાંચ વર્ષીય પુત્રીને 25 વર્ષીય એક રાજસ્થાની યુવક બાળકીને રેલ્વે ટ્રેક ઓળંગી પોતાની સાથે ફોસલાવીને લઈ ગયો હતો. ઘણા સમય સુધી બાળકી માતા-પિતાને ન દેખાતા માતા પિતાએ કડોદરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ તરત જ પોલીસ એક્શન મર્ડરમ આવતા કડોદરા પોલીસ મથકના PI ભાવિક ડી શાહે તપાસ હાથ ધરતા CCTV કેમેરા સહિત હ્યુમન સોર્સિસ બાતમીદારો, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ , SOG તેમજ બારડોલી પોલીસના માણસો નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે અનેક ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ ગામની નજીક સદીના ખેતરમાં એક બાળકીની લાશ હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બાળકી અમૃત અવસ્થામાં જોવા મળી હતી.
પ્રાથમિક તપાસમાં જ પોલીસને અંદાજો લાગી ગયો હતો કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે પોલીસે તરત જ સીસીટીવી કેમેરા તેમજ અન્ય માહિતી અનુસાર આરોપીને ઝડપી લીધો છે પોલીસના જણાવ્યા અનુસાર દુષ્કાળમાં આચરનાર યુવક બાળકીના પડોશમાં રહેતો હતો જે રાજસ્થાનનો 25 વર્ષીયો યુવાન છે હાલ પોલીસવાળા તેની ધરપકડ કરવામાં આવી છે તે જ્યાંથી ભાગી રહ્યો હતો ત્યાં જ પોલીસે તેને દબોચી લીધો છે હાલ આગળના દસ્તાવેજો કરી પોલીસે યુવાન વિરોધ ગુનો દાખલ કર્યો છે.

