વલસાડ: યુનાઈટેડ ઢોડિયા ગ્રુપ મેમ્બર્સ દ્વારા સમગ્ર વિસ્તારના ઢોડિયા સમાજના યુવાનોમાં એકતા આવે તે માટે દ્વિદિવસીય ઓલ ઇન્ડિયા ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં RR brothers eleven ટીમ વિજેતા બની હતી.
જેમાં સમાપન દરમ્યાન સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, વાપીના જેટકોના ડેપ્યુટી ઈજનેર વિરલ પટેલ, ડો.ધ્રુમિન પટેલ, ડો.કુંતલ પટેલ, ડો.અર્પણ પટેલ, ડો.ચેતના વલવી,ડો.નિલેશ્વરી પટેલ, ડો.જ્ઞાનેશ્વરી પટેલ, એનડીપી ગ્રુપના નિલેશભાઈ પટેલ, મિકા પટેલ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમના અંતે ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પહલગામ હુમલાના 26 જેટલાં મૃતકો માટે 2 મિનિટ મૌન પળાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ RR brothers eleven અને હેનીલ આર્મી ટીમ વચ્ચે દિલધડક બની હતી જેમાં RR brothers eleven છેલ્લા બોલે 4 રને વિજેતા બની હતી.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે ભાવેશ, હિમાંશુ, હિતેશ, મેહુલ, રિકેન, અનિરુદ્ધ, મયુર, વિમલ(દાદુ), જીતુ, સુનિલ, વિવેક(બાબુ), રાહુલ, અજય, પ્રિન્સ, જય, જયમલ સહિતના યુનાઈટેડ ઢોડિયા ગ્રુપ મેમ્બર્સના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.











