વ્યારા: તાપી જિલ્લામાં કાળઝાળ ગરમીમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બીજી તરફ તંત્ર વ્યારા જનરલ હોસ્પિટલને હીટવેવને ધ્યાનમાં રાખીને એક 4 બેડનો વોર્ડ સહિત હોસ્પિટલમાં 02 ઓઆરએસ કાઉન્ટર અને 10 જેટલા કુલરો મૂકવાની કામગીરી હાથ ધરી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર વ્યારા જનરલ હોસ્પિટલમાં રોજના 750 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તેમજ 200થી વધુ દર્દીઓ હોસ્પટલમાં દાખલ થયેલા હોય છે. બાળકોના સારવાર યુનિટ ચાલે છે. દર્દીઓ અને તેમના સગાઓને હાઇડ્રેશનની સમસ્યા ન થાય તે માટે અને ગરમીથી રક્ષણ મેળવવા માટે જનરલ હોસ્પિટલ દ્વારા બે સ્થળો પર ઓઆરએસ પોઇન્ટ બનાવી દેવાયા છે. બાળકોના સારવાર યુનિટોમાં એસીઓ ચાલુ કરી દેવાયા છે. તેમજ હિટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે અલાયદો વોર્ડ પણ તૈયાર કરી દેવાયો છે.
ગરમી ને ધ્યાને રાખી દર્દીઓ પણ સવારે અને બપોરે જ દર્દીઓ હોસ્પિટલમાં 750 થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહયા છે. બપોરે 12 થી 3 દરમિયાન દર્દીઓ પણ આવતા નથી. હોસ્પિટલમાં જ્યાં પેશન્ટ વધુ હોય ત્યાં ઓઆરએસ કોર્નર બનાવ્યા છે.સ્ટાફ અને ડોકટરો દ્વારા વારંવાર ORS પીવા સૂચના અપાઈ રહી છેગરમી ને ધ્યાને રાખી પ્રથમ માળ પર વિવિધ વોર્ડ માં સારવાર લેતાં લોકો માટે 10 જેટલા કુલરો હોસ્પિટલ દ્વારા મંગાવી લેવાયા છે.વ્યારા જનરલ હોસ્પિટલે ગરમીના ધ્યાનમાં રાખી હિટવેવ વોર્ડ પણ બનાવી દેવાયો છે. હિટ સ્ટોક થી મુશ્કેલી વધી જાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવારની વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

