કપરાડા: રાજ્ય સરકારે શરૂ કરેલા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કપરાડા તાલુકામા પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી વલસાડ કપરાડા એકમ દ્વારા કપરાડા પ્રમુખ રાજેશ રાઉત અને ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલ, કપરાડા પ્રભારી વિનોદ પટેલ સહિતનાઓએ મામલતદારને આવેદનપત્ર આપી સ્માર્ટ વીજ મિટરના બદલે અગાઉના જૂના મીટર જ ચાલુ રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલે નવા મીટર કનેક્શન અને સોલાર કનેક્શન મા સ્માર્ટ વીજ મીટર ફરજિયાત બનાવાયું છે.બીજી તરફ સ્માર્ટ વીજ મીટર અંગે લોકોમાં ઉઠેલી શંકા કુશંકા અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.સાથે સ્માર્ટ વીજ મીટર બાદ બિલો.પણ મોટી રકમના આવી રહ્યા છે.હાલે લોક વિરોધ બાદ આ સિસ્ટમ થોડા સમય પુરતી સ્થગિત કરવામાં આવી છે.
આ ઉપરાંત આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે લોકોના વિરોધ છતાં સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવે છે જેનો અમે સખત વિરોધ કરીએ છે. સાથે સાથે જુના સાદા વીજ મીટર જ મૂકવામાં આવે તેવી પણ અમારા સૌની માંગણી છે.

