સુરત: સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીની સાંજે 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષીય માસુમ કેદાર સ્ટ્રોમમાં ખાબકયો હતો. 24 કલાક બાદ તેનો મૃતદેહ વરિયાવી પમ્પિંગ સ્ટેશન માંથી મળ્યો હતો. જોકે ગઈકાલ રાતથી ફાયર વિભાગના 50થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને બાળકની શોધ ખોળ કરી રહ્યા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 700 મીટર સુધી સ્ટ્રોમ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી, પરંતુ બાળક ના મળતા અંતે વડોદરા થી NDRF ની ટીમને સુરત બોલાવવામાં આવી હતી.

સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનો જે વારિયાવ ખાડી સુધી જાય છે એને સંપૂર્ણ રીતે ચકાસવામાં આવી હતી. ખાડીની દીવાલ તોડી અંદર પાણીમાં બોટ મારફત શોધખોળ કરવામાં આવી હતી. ખાડી સુધી આવેલી 12 ગટર લાઈન પણ ફાયર વિભાગના અધિકારીઓએ ચેક કરી હતી. 20 ફુટ નીચે ઉતરીને ફાયારની ટીમે સતત શોધખોળ કરી હતી.

આ ઘટનાને પગલે ફાયરવિભાગે તમામ શક્યતાને ધ્યાનમાં રાખીને શોધખોળ કરી હતી. બાળકને શોધી કાઢવા સ્ટાફે સતત વિભિન્ન ટેકનિક અને સાધનો દ્વારા શોધખોળ કરી હતી. ફાયબ્રિગેડની 50 થી વધુ જવાનોની ટીમો સતત શોધખોળમાં લાગી હતી.

સમગ્ર ઘટનાક્રમ આ રીતે થયો આખો..

1. 5 ફેબ્રુઆરીની બપોરે 3:36 વાગ્યે રાધિકા પોઈન્ટ અને ડીડી સપોર્ટ સર્કલ વચ્ચે બે વર્ષીય કેદાર માતા અને ફોઈ સાથે બુધવારી બજાર ગયો હતો.
2. સાંજે 5:30 વાગ્યે બુધવારીથી પરત ફરતા બાળક આઇસક્રીમ માટે જીદ કરતું હતું. માતાએ મનાવવા પ્રયત્ન કર્યો પણ જીદ્દ ન સંતોષાતા કેદાર માતાની આંગળી છોડીને દોડવા લાગ્યો.
3. રસ્તાની વચ્ચે તૂટેલા ગટરમાં ઢાંકણા માંથી કેદાર અંદર પડી ગયો.
4. 5:45 વાગ્યે તાત્કાલિક ફાયબ્રિગેડને જાણ કરી અને 10 મિનિટમાં જ ફાયર ટીમ ઘટસ્થળે પહોંચી.
5. 6:00 વાગ્યે ગટરમાં ઉતરવા માટે અલગ ટીમ બનાવી અને જરૂરી સાધનો માંગવામાં આવ્યા.
6. 8:00 વાગ્યે, ડભોલી, કોસાડ અને મોરાભાગળના 5 ફાયર સ્ટેશનની બેથી ત્રણ જણની ટીમ ઑક્સિજન સેફ્ટી સાધનો સાથે અલગ અલગ ગટરની ચેમ્બરોમાં ઉતરીને શોધખોળ શરૂ કરી. ચાર જેટલા મેનહોલનું સર્ચિંગ કરવામાં આવ્યું.
7. 9:00 વાગ્યે સ્કુબા સેટ, બ્રીથીગ ઓપરેટિંગ સેટ અને. કેમેરાનો ઉપયોગ કરીને ફાયર વિભાગના જવાનો બાળકને શોધી રહ્યા હતા.
8. 11 વાગ્યે પાણીનો પ્રવાહ વધારે થતાં ફાયર વિભાગના જવાનોને શોધખોળ માં મુશ્કેલી પડી.
9. 5 ફેબ્રુઆરી ની રાત થી 6 ફેબ્રુઆરીની સવાર 10:30 વાગ્યા સુધી ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ શિફટવાઈઝ કામ કરતા રહ્યા.
10. 700મીટર સુધી સ્ટ્રોમ ડ્રેનેજ ની લાઈનો ચેક કરવામાં આવી ખાડીની દીવાલ તોડી, બોટ દ્વારા શોધખોળ શરૂ કરી. 12 ગટર લાઈન માં તપાસ હાથ ધરવામાં આવી.20 ફુટ નીચે ઉતરી ફયારની ટીમ સતત શોધખોળ કરી હતી.
11. ઘટનાના 20કલાક બાદ પણ બાળક ન મળતાં વડોદરાથી NDRF ની ટીમ સુરત બોલાવવામાં આવી.
12. 1:30 વાગ્યે વડોદરા થી NDRF ની 20 જેટલા લોકોની ટીમ સુરત પહોંચી બાળક જ્યાંથી ગટરમાં પડ્યું ત્યાથી તપાસ શરૂ કરી.
13. જે સ્થળે આ ઘટના બની ત્યાંથી 1.50 કિમી દૂર પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશનમાં વારિયાવી વિસ્તારના ડ્રેનેજનું પાણી આવે છે. જ્યાં કેદાર પડ્યો છે એ સ્ટ્રોમ લાઈન છે. જ્યાં વરસાદી પાણીનો નિકાલ થાય છે.
14. સ્ટ્રોમ લાઈનમાં કોઈ ડ્રેનેજનું જોડાણ થયું હોય અને જો કદાચ કેદાર ત્યાંથી પમ્પિંગ સ્ટેશન તરફ ગયો હોય, તો એ માટેની તપાસ કરી હતી. SMC તરફથી સ્ટ્રોમ લાઈનમાં એક જોડાણ પમ્પિંગ સ્ટેશન તરફ પણ આપવામાં આવ્યું છે. જેના કારણે કદાચ ત્યાં જવાની શક્યતાને પગલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ આ દિશામાં પણ તપાસ કરી હતી, કારણ કે એ સમયે પાણીનો પ્રવાહ વધુ હતો.
15. તાપી નદીમાં ગંદુ પાણી જાય એ માટે આ એક જોડાણ પમ્પિંગ સ્ટેશન તરફ કરવામાં આવ્યું છે. પાણીનાં પ્રવાહમાં કેદાર કદાચ પમ્પિંગ સ્ટેશન તરફ ગયો હોય, તો એ અંગેની પણ તપાસ કરવામાં આવી હતી.
16. ઘટનાના 24 કલાક બાદ 4:53 વાગ્યે વરિયવ પમ્પિંગ સ્ટેશનથી બે વર્ષના માસૂમ કેદારનો મૃતદેહ મળ્યો હતો