નવસારી: ગણદેવી તાલુકાના ખારેલ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ચોરીના બનાવો બનતા ચોરીના બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં એંધલના વાંગરી ફળિયામાં બે ઘરે ચોરીનો પ્રયાસ, એંધલ હાઈવેના દુવાડા ફાટા પર આવેલ નોનવેજ દુકાનમાં ચોરીના બનાવોને લઈને લોકોમાં ભય ફેલાયેલો જોવા મળે છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ તેમાં પણ 5 જાન્યુઆરીની મધ્ય રાત્રિએ ગણદેવામાં 5 થી 6 સ્થળે દુકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા પોલીસ માટે આવા બનાવો પડકારરૂપ છે નાઈટ પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉપસ્થિત થયા છે.દરેક ગામોમાં હોમ ગાર્ડ નાઈટ પેટ્રોલીંગ કરતાં હોય છે છતાં પણ ચોરટાઓ ભય વગર એકસાથે એક રાત્રિએ 5 થી 6 સ્થળે ચોરીને અંજામ આપે તો આવા નાઈટ પેટ્રોલીંગ સામે પણ અનેક સવાલો ઉઠયા છે.
ગણદેવામાં ઠંડા પીણાની ફેક્ટરીને નિશાન બનાવી થોડી રોકડ રકમ લઈ ગયા હતા તેમજ ગણદેવા ચોકડી પર 3 થી 4 દુકાનને નિશાન બનાવી હતી. બાદમાં એક દવાખાનાને પણ નિશાન બનાવ્યું હતું. આ ગેંગ પહેલાં સી.સી. કેમેરા જ્યાં જ્યાં લાગ્યા હોય તેને તોડી નાખ્યાં હતાં. આ ગેંગ માં મહિલાઓ પણ સામેલ હોવાનું કેમેરામાં જણાયું હતું અને આ ગેંગ મુખ્ય રસ્તા પરથી ન આવતા ખેતરોના રસ્તે આવતી હોવાનું અનુમાન છે. આમ ચોરીના બનાવો થી લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. પોલીસ ચોરીના બનાવો ઉકેલવા સક્રિયતા દાખવે તે જરૂરી છે.

