કપરાડા: ગતરોજ કપરાડાના કુંભઘાટ પર થયેલા અકસ્માતના ઇજાગ્રસ્ત લોકો અને બીલીમોરા નજીક આવેલ દેવસરમાં ફેક્ટરીમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોની વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્રારા હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.
Decision News લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્રારા સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે ગતરોજ કપરાડાના કુંભઘાટ પર થયેલા અકસ્માતના ઇજાગ્રસ્ત લોકો અને બીલીમોરા નજીક આવેલ દેવસરમાં ફેક્ટરીમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોની મુલાકાત લઈને તેમની તબિયતના ખબર – અંતર પૂછીને ઝડપથી પુનઃ સ્વસ્થ થવા માટે શુભેચ્છા પ્રગટ કરી હતી.
સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં કોઈ કચાસ ન રહે એ માટે હોસ્પીટલના અધિકારીઓને ખાસ સુચનાઓ આપવામાં આવી. આ પ્રસંગે વલસાડ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જીલ્લા આઈટી સેલના ઈન્ચાર્જ શ્રી ધૃવિનભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી મિહિર પાંચાલ , હોસ્પીટલ ના અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.