દાહોદ: ચર્ચાસ્પદ તોયણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીના હત્યાની ઘટનાને લઈને સમગ્ર દાહોદમાં ભારે રોષ પ્રસરી ગયો છે ત્યારે લીમખેડા નગરના સર્વ સમાજના લોકોએ ભારે સુત્રોચ્ચાર સાથે રેલી યોજી આરોપી આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.
શાળાના આચાર્ય 56 વર્ષીય ગોવિંદ નટે શાળામા ધોરણ-1મા અભ્યાસ કરતી 6 વર્ષીય માસુમ બાળકીને પોતાની કારમા બેસાડીને સ્કુલ પર લઈ જતી વખતે રસ્તામા પોતાની કાળા કાચ વાળી કાર સુમશામ જગ્યાએ લઈ જઈને માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા બાળકીએ બુમાબૂમ કરતા નરાધમ આચાર્યએ બાળકીનુ મો દબાવી હત્યા કરી નાખી હતી. જેની પોલીસની પુછપરછમા આરોપી ગોવિંદ નટે પોતે કબુલાત કરી હતી.
વાસનાખોર- નરાધમ ગોવિંદ નટ આરોપીનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમા ચલાવવામા આવે અને દાહોદ જીલ્લાને સર્વે સમાજના લોકો આ આરોપીને સરકાર દ્વારા ઝડપ-ઝડપમાં ફાંસીની સજા આપવાની એવી રજુવાત મામલતદારને કરવામાં આવી છે.