દક્ષિણ ગુજરાત: પ્રદેશમાં વધુ એક શિક્ષણ જગતને લાંછન લગાડનાર ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના કામરેજમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનોની ફરિયાદ નોંધવામાં આવી છે.

DICISION NEWS ને મળેલ માહિતી મુબજ ને મળેલી માહિતી મુજબ કામરેજ તાલુકામાં શિક્ષકે વિધાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે તેવી તાજેતરમાં મીડિયામાં વાતવહેતી થઇ છે. સગીરાને પરિક્ષામાં પાસ કરી દેવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના મામાને ઘટનાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લંપટ શિક્ષકે 2021માં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

હાલમાં આ ઘટનામાં ફરિયાદ લઈને કામરેજ પોલીસે લંપટ શિક્ષક વિપુલ વસોયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને સગીરાને ન્યાય અપાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે હવે જોવું રહ્યું કે આ લંપટ શિક્ષક પોલીસ પકડથી દૂર રહે છે.