ધરમપુર: વલસાડના જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ B-2, અક્ષરધામ કોમ્પલેક્ષ સરકારી હોસ્પિટલની સામે “જોય ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો” પ્રારંભ લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક નિલમભાઈ, પ્રોફેસર આશાબેન ગોહિલ, જાણીતા વકીલ અને સમાજસેવક હાર્દિકભાઈ પટેલ દ્વારા રીબીન કાપી કરવામાં આવ્યો હતો.
“જોય ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો” પ્રારંભ લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક નિલમભાઈ, પ્રોફેસર આશાબેન ગોહિલ, જાણીતા વકીલ અને સમાજસેવક હાર્દિકભાઈ પટેલે કર્યો હતો આ પ્રસંગે યુવા સમાજસેવી અજયભાઈ, વૈશાલીબેન બબલભાઈ અને તેમના પત્ની ઉપસ્થિત રહયા હતા. આ સ્કૂલમાં ભાર વિનાનું રમત આધારિત શિક્ષણ આપવામાં આવશે.
ધરમપુર બી-૨, અક્ષરધામ કોમ્પલેક્ષ સરકારી હોસ્પિટલની સામે ‘જોય ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલ’ શરુ થઇ છે આ સ્કુલમાં વર્ષ 2024-2025 માટે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી ના એડમિશન ચાલુ છે. આ સ્કુલમાં પ્રવેશ માટે 8347341945, 8980114006 પર સંપર્ક કરી શકો છો.

