ચીખલી: આજરોજ 3:15 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાના માંડવખડક ગામના કાપરાડીયા પાસે ત્યાંથી પસાર થતા હાઈવેની બાજુમાં માટીના ઢગ હતા ત્યારે ત્યાંથી પસાર થતાં ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં ટેન્કર પલટી મારી ગયાની ઘટના બની હતી..

જુઓ વિડીયો..

 

અકસ્માતની ઘટનાએ હાજર લોકોએ Decision News ને જણાવ્યું હતું કે ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં તેને હાઈવેના બાજુમાં પડેલા માટીના ઢગ પર ટેન્કર ચડાવી દીધું તેના કારણે ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કરમાં બે વ્યક્તિઓ સવાર હતા. તેમના સદ નસીબે તેને નાની મોટી ઈજા થઇ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી. લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા.