ઉચ્છલ: નિઝરના નવલપુર – બોરઠા ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ – નિઝર સ્ટેટ હાઇવે પર ગતરોજ સાંજના 6:30 વાગ્યાનાં આસપાસ ઉચ્છલ તરફથી જઈ રહેલ આઈસર ટેમ્પોનાં ચાલકે બાઈકને અડફેટમાં લેતા જીવલેણ અકસ્માત બન્યો હતો.

Decision News ને ઉચ્છલ તાલુકાનાં ખાબદા ગામના રહેવાસી કાંતિલાલભાઈ સંભાજીભાઈ ગાવિત સાસરીમાં નિઝર તાલુકાનાં નવી ભીલભવાલી ગામમાં GJ-26-AG-5672 નંબરની બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે નવલપુર- બોરઠા ગામની સીમમાં ઉચ્છલ હાઇવે પરથી આવી રહેલ GJ-23-AT-7585 નંબરનો આઈસર ટેમ્પો ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં બાઈકને અડફેટમાં લઇ લેતા જીવલેણ અકસ્માતની ઘટના બનવા પામ્યો હતો. બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું.

હાલમાં આ અકસ્માતની ઘટનાને લઈને નિઝર તાલુકાના નવી ભીલભવાલી ગામના નિઝર વિનેશભાઈ પ્રતાપભાઈ વળવીએ આઈસસર ટેમ્પો ચાલક વિરુદ્ધ નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. હવે પોલીસે આગળ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.