છોટાઉદેપુર: ગુજરાત અને આપણે ગુજરાતીઓ ભલે આખા દેશમાં વિકસિત રાજ્ય તરીકેની નામના મેળવી ખુશ થતાં હોય પણ આદિવાસી ગુજરાતની વાસ્તવિસ્તા આપણું વિકાસનું નાક કાપી નાખે એવું છે નસવાડી તાલુકાના કુંડા નલિયાબારી ફળિયાની લાકડાની ઝોળીમાં સગર્ભાને પગપાળા લઈ જવામાં આવે છે.
જુઓ વિડીયો…
Decision News ને મળેલી માહિતી મુજબ નસવાડીના અમુક ગામડાઓમાં હજુ પણ પાકા રસ્તાના અભાવે 108 અંદરના જઈ શકતી નથી જેના કારણે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રસ્તાના અભાવે મહિલાને 3 કી.મી દૂર લઈ પગપાળા લઈ જવી પડી. સગર્ભાને ઈકો કારથી નિશાના ગામે ઊભેલી 108 સુધી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંથી સંગર્ભા દુગ્ધા પી એસ સી માં સંગર્ભા મહિલાને લવાઈ હતી. ત્યાં સંગર્ભા એ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો.











