અમદાવાદ: ગુજરાતના કેપિટલ ગણાતા અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી બબાલના પડઘા સયુંકત રાષ્ટ્ર સંઘમાં પડ્યા હતા જેને લઈને ગામ્બિયાનું ડેલિગેશન અમદાવાદ આવ્યું હતું અને યુનિ. ની મુલાકાત લીધી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થી વચ્ચે થયેલી બબાલમાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે ગુજરાત યુનિવર્સિટી આવી પહોચ્યું છે, તો અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાક પણ આવી શકે છે. મળતી માહિતી મુજબ બનાવના બીજા જ દિવસે એટલે કે રવિવારે બધા દેશના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ વીડિયો કોન્ફરન્સથી યુનાઈટેડ નેશન્સમાં આખા બનાવની જાણ કરી હતી, તથા વિદેશી વિદ્યાર્થીઓએ યુનાઈટેડ નેશનને આ બનાવમાં પગલા લેવા રજૂઆત કરી છે.
વિદેશના ડિપ્લોમેટ્સના ડેલિગેશનન્સ, રાજ્યના CM અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીજી અને અમદાવાદના કમિશનરને મળીને રજૂઆત કરી શકે છે હવે આવનારા સમય યુનિ, દ્વારા આ મામલામાં શું અપડેટ થાય છે તે ખબર પડશે.

