વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના લીમઝર ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિવંદના અંગેના ૧૭૭-વાંસદા વિધાનસભા મત વિસ્તારના કાર્યક્રમ યોજાયો. કાર્યકમમાં જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખ, ઉપપ્રમુખ જિલ્લા પંચાયત નવસારી, મહામંત્રી આદિજાતિ મોરચો ગુજરાતની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતની ચુંટાયેલી પાંખ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા તાલુકા સંગઠનના પ્રમુખ, મહામંત્રી અને હોદ્દેદારોની હાજરીમાં પ્રાંત અધિકારી અને નોડલ ઓફીસર ડી.આઇ.પટેલ સાહેબના માર્ગદર્શનમા લિમઝર, ક્રિકેટ ગ્રાઉન્ડમા, લીમઝર મુકામે મામલતદાર વાંસદા અને તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ પરમાર , વાંસદા વહીવટીતંત્ર દ્વારા પ્રોગ્રામ કરવામા આવ્યો.જેમાં એન.આર. એલ. એમ, પોસ્ટ ઓફિસ સેવિગ સ્કીમ, સખી મંડળ, વ્હાલી દીકરી યોજના, ક્વિઝ બુથ જેવા બુથનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો .
‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી’એ ‘સ્વસહાય જૂથો બન્યા મહિલા સશક્તિકરણનો આધાર’ કહ્યો છે ત્યારે કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન મામલતદારશ્રી વાંસદા દ્વારા કરવામા આવ્યુ. આ પ્રોગ્રામમાં લગભગ ૫૦૦૦ થી વધુ લોકો હાજર રહ્યા. લાભાર્થીઓમાં દક્ષાબેન પ્રતાપભાઈ પટેલ, મુખ્ય સેવિકા, કરિશ્માબેન પટેલ, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર નવસારી, ભારતીબેન બાબુભાઈ પટેલ, જય મહાકાળી સખી મંડળ, નીતાબેન ચંપકભાઈ પટેલ, જય ભવાની સખી મંડળ, મનીષાબેન અનિલભાઈ ગાવડા, પ્રગતિ ક્લસ્ટર સંઘ, સંગીતાબેન સતિષભાઈ ચૌધરી, શિવ શક્તિ ગ્રામ્ય સખી સંઘ, ટીનાબેન ખંડુભાઈ પટેલ, જય પરમાત્મા સખી મંડળ, વિધિ મુકેશભાઈ પટેલ, વ્હાલી દીકરી મંજૂરી હુકમ, વિહા મુકેશભાઈ પટેલ, વ્હાલી દીકરી મંજૂરી, પ્રાથાવિકુમારી નીતિનભાઈ થોરાત, વ્હાલી દીકરી મંજૂરી હુકમ મેળવ્યા હતા .
પ્રતિભાવ આપનારાઓની યાદીઓમાં રીનાબેન ભરતભાઈ ગરાસીયા, બીસી સખી, હીનાબેન જયેશભાઈ પટેલ, લખપતિ દીદી, સુરેખાબેન પ્રકાશભાઈ પટેલ, આર્થિક પ્રવર્તી સાથે જોડાયેલ બહેન, કરિશ્માબેન પટેલ, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર નવસારી નારી શક્તિવંદના કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને ખુશી વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી ખેરગામ દ્વારા કરવામા આવી હતી

