ધરમપુર: 28 જાન્યુઆરી 2024 ના રવિવારના રોજ ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન દ્વારા વલસાડ જિલ્લાના સી.એચ.ઓ ની યુનિયનની મિટિંગનું આયોજન સત્સંગ હોલ નગરપાલિકા ધરમપુર તાલુકા ખાતે કરવામાં આવ્યું હતું.

Decision news ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયનના પ્રમુખ શ્રી જયકુમાર મહેતા, જોઈન્ટ સેક્રેટરી શ્રી જનક શર્મા અને ખજાનચી શ્રી હર્ષલભાઈ હડિયાની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાની યુનિયનની ડિસ્ટ્રિક્ટ બોડી નિર્માણ કરવામાં આવ્યું, તેમજ સી.એચ.ઓને થઈ રહેલા તમામ પ્રશ્નો વિશે જાણવામાં આવ્યું. જેમાં વલસાડ જિલ્લાના તમામ સી.એચ.ઓએ હાજરી પુરાવીને યુનિયનને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો.

આ પ્રસંગે વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી મયુરભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે શ્રી ર્ડા. શ્રેયસસિંહ રાઠોડ અને જીજ્ઞિશાબેન માહલા, સેક્રેટરી તરીકે શ્રી આમીરભાઈ વોહરા, જોઈન્ટ સેક્રેટરી શ્રી આયુષભાઈ પટેલ અને શીતલબેન ગાવિત, ખજાનચી શ્રી ર્ડા. તેજસભાઈ લાડ, કો.ઓર્ડીનેટર શ્રી કમલભાઈ ખલાસી અને સ્મિતાબેન પટેલ, કન્વીનર તરીકે શ્રી મયંકભાઈ ઉપાધ્યાય અને સોનલબેન ભંડારીની વરણી કરવામાં આવેલ છે.