ધરમપુર: વર્તમાન સમયમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે વધુ એક ધરમપુર તાલુકાના આસુરા સર્કલ પાસે એક અજાણી મહિલાનું અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતાં ઘટના સ્થળ પર જ મોત થયાની ઘટના બનવા પામી છે.

Decision News ને રાજેશ રાઉત નામના સ્થાનિક જાગૃત નાગરિક પાસેથી મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના આસુરા સર્કલ પાસે એક અજાણી મહિલાનું અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતાં ઘટના સ્થળ પર જ મોત થયાની ઘટના બની છે. હાલમાં આ મહિલા કયાની છે અને તેનું નામ શું છે તેની ઓળખ થઇ શકી નથી.

 હાલમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ મહિલાનો વાળી વારસો ખબર મળી નથી જેના કારણે ધરમપુર પોલીસ સ્ટેશનમાં આ મહિલાના ઓળખીતા કે સન્બ્ધિઓએ જાણ અને સંપર્ક કરવાનું સુચન કરવામાં આવ્યું છે. હાલમાં પોલીસે મહિલાની લાશનો પોલીસ દ્વારા કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.