દાહોદ: દાહોદની ઉત્તર બુનિયાદી કન્યા વિધાલયમાં આચાર્ય ટીનાબેન જૈન દ્વારા બાળકીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને ધાક-ધમકી આપવામાં આવે છે અને ભિલ્ડીઓ કહીને બોલવામાં આવે છે અને ફાટેલીઓ જેવા અપમાન જનક શબ્દોથી સંબોધવામાં આવે છે.

જુઓ વીડિઓ

એક દિવસ પહેલા ઉત્તર બુનિયાદી કન્યા આશ્રમ સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ મુલાકાતે આવ્યા હતા. તેઓ દ્વારા વિદ્યાથીઓને શાળા અને હોસ્ટેલમાં કોઈ તકલીફ કે અસુવિધા તો નથી તે બાબતે પુછવામાં આવતાં વિદ્યાથીનીઓ દ્વારા આચાર્ય ટીનાબેન જૈન દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમ આંખોમાં આંસુ લઇ રડતાં રડતાં જણાવ્યું હતું