કપરાડા: 15 મી ઓગસ્ટ 77 મો સ્વાતંત્ર્ય દિવસે કપરાડા તાલુકામાં આવેલા તમામ શૈક્ષણિક ક્ષેત્રે સ્પોર્ટ્સના ક્ષેત્રે તથા કોલેજ અને કરાટેના ક્ષેત્રે બેસ્ટ કારકિર્દી મેળવનાર 100 થી વધારે યુવાઓને 1001, ટોપી ,સર્ટિફિકેટ ,બોલપેન જેવા પ્રોતસાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા

મુખ્ય મહેમાન સ્પર્શના ટ્રસ્ટી શ્રી મહર્ષિભાઈ દવે ઋતુબેન દવે, DGGVA નાં ટ્રસ્ટી શ્રી પુષ્પાબેન પટેલ તથા જયેન્દ્રભાઈ ગાવિત, મોહનભાઈ, નીતિનભાઈ અને શ્રી વનરાજ હાઇસ્કુલ ના આચાર્યશ્રી વિપુલભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ રાઉત અને ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને, યુવાઓને આશીર્વચન આપ્યા.અને મદદરૂપ થવા જણાવ્યું..

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી શારીરિક અને માનસિક સુષુપ્ત શક્તિઓને જગાડવું, સામાજિક ભેદભાવ રાખ્યા વગર દરેક જીવજંતુ પ્રાણી અને જરૂરિયાત મંદ મનુષ્યને મદદ કરવા માટે આગળ આવે સાથે પ્રકૃતિને સરક્ષણ અને સંવર્ધનમાં આગળ આવી ભાગ ભજવે એવી પ્રતિજ્ઞા અને રાષ્ટ્રગીત સાથે પૂર્ણહૂતિ કરવામાં આવી..