કપરાડા: જિલ્લા પં. શિક્ષણ સમિતિ વલસાડ, જિ.શિ. તાલીમ ભવન વલસાડના પરિપત્ર મુજબ પ્રા.શા. વારોલી તલાટ, કપરાડામાં 10 અને 11 -8-2023 ના ગુરુવાર તથા શુક્રવારના રોજ ધોરણ 1 થી 5 તથા ધોરણ 6 થી 8 માટે લાઇફ સ્કિલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યુ.

બાળમેળામાં ધોરણ- 1 થી 8 ના તમામ શિક્ષકોને આવરી લઇ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ધોરણ 1 થી 5 વાર્તાકથન, ટૉકશો, બાળરમત, માટીકામ, ગીત, સંગીત અભિનય, કાર્ટૂન,  છાપકામ, ચિત્રકામ, ચીટકકામ, રંગપૂરણી તથા  ધોરણ 6 થી 8 માં ફ્યુઝ બાંધવું, સ્ક્રૂ – ખીલી લગાવવું, પંકચર રીપેર કરવું, શરીર સ્વચ્છતા, સર્જનાત્મક પ્રવૃત્તિ, સમસ્યા ઉકેલની પ્રવૃત્તિ, સ્વચ્છતા જાગૃતિ અંતર્ગત વિડિયો નિદર્શન, વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્ય યુક્ત પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.

કપરાડાની વારોલી તલાટની પ્રા. શાળામાં મોટાભાગના આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસની ભાવના સાથે રખાયેલા આ બાલમેળામાં બાળકોએ ખુબ ઉત્સાહથી ભાગ લઈને મેળાની મજા સાથે સાથે વિવિધ જાણકારીથી અવગત થયા હતા.