ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના નાસિક બાયપાસ રોડ પર સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના નૂતન આદિજાતિ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું કે, વર્તમાન સમયમાં સારા સંસ્કારની ખૂબ જ જરૂર છે. સંસ્કારનો અભાવ હોય તો ગમે તેટલી સારી જિંદગી હોઈ તો તે બગડી શકે છે. કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ. આજે અનુભવવા પડતો સંઘર્ષ એ ઉજ્જવળ ભાવિનો રાજમાર્ગ બનશે. અહીં આવ્યા બાદ સંસ્કાર સાથે શિક્ષણ મળશે જેનાથી જીવન સુંદર બનશે. રહી વાત નોકરીની તો અહીં આવ્યા બાદ તાલીમ મેળવશો તો નોકરી મળવાની જ છે

મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સંકુલમાં શિક્ષણ અને સંસ્કારની સાથે હવેથી અહીં જ રહીને ભણી શકાય તે માટે 300 દીકરા અને 200 દીકરીઓને છાત્રાલયની સુવિધા પણ મળશે. આપણાં યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હાથ કો કામ, હર કામ કો સન્માનનો મંત્ર આપ્યો છે. કોઈ કામ નાનું નથી. જે પણ કામ કરો તે નિષ્ઠાથી કરો એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ જીવનની શુભેચ્છાઓ આપી હતી

આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની, વિધાનસભા ના નાયબ ઉપદંડક શ્રી વિજભાઈ પટેલ, પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અદયક્ષ શ્રી હેમંતભાઈ કંસારા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રીશિલ્પેશભાઈ દેસાઈ, શ્રી મહેન્દ્રભાઇ ચૌધરી, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, જીતુભાઇ ચૌધરી, રમણલાલ પાટકર ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન PSVTC ના કમિટી મેમ્બર વિનોદભાઈ મહેતાએ કર્યું હતું