વાંસદા: અડધી રાત્રે પ્રેમીને મળવા તેના ઘરે ગઈ હતી પણ ઘરવાળાએ ઉંમર ઓછી હોવાથી અને ઘરવાળા અમારા ઉપર કેસ કરવાના બીકે વાત કરી ન હતી. તેણીએ પ્રેમી ઉપર ફોન કરતા નોરિપ્લાય આવતા મંદિરે આવીને બેસી રહી હોવાનો કિસ્સો વાંસદાના ચાપલધરા ગામમાંથી બહાર આવ્યો છે.
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ચાપલધરા ગામના જ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પ્રવિણભાઇ મોર્નિંગ વોક કરવા નિકળેલા ત્યારે સ્વામિનારાયણ મંદિરના બાંકડા પર વહેલી પરોઢે અજાણી સગીરા બેઠેલી જોઈ ત્યારે આ વાત તેમણે આ વાત નવસારી જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના સદસ્ય ગીતાબેન સોલંકીને જણાવી અને ગીતાબેને છોકરીની પૂછપરછ કરતા જણાવ્યું કે હું મારા પ્રેમીને મળવા અડધી રાત્રે અહીં આવીને તેના ઘરે ગઈ હતી પણ ઘરવાળાએ ઉંમર ઓછી હોવાથી અને ઘરવાળા અમારા ઉપર કેસ કરવાના બીકે વાત કરી ન હતી. તેણીએ પ્રેમી ઉપર ફોન કરતા નોરિપ્લાય આવતા મંદિરે આવીને બેસી રહી છું.
કરી હતી. છોકરી સાથે કોઈ અઘટિત ઘટના ન ઘટે એ બીકે ગીતાબેનને મહિલા સુરક્ષા નવસારી અને વાંસદા પોલીસને જાણ કરી અને વાંસદા મહિલા પોલીસે ઘટના સ્થળેન જઈ સગીરાની ભાળ લઈને તેના માતા પિતા સુપરત કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

