ચીખલી: ગ્રામ પંચાયત ચીખલીને કલેક્ટર દ્વારા ફાળવવામાં આવી હતી તે ટ્રસ્ટને માસિક ભાડાથી આપવા આવેલ જમીન છેવટની નોટિશ બાદ પણ ખાલી ન કરાતા ચીખલી પંચાયત દ્વારા બાંધકામને સીલ કરી દેવામાં આવી હતી જે ગતરોજ ચીખલી સરપંચ દ્વારા બુલ્ડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગ્રામ પંચાયત ચીખલીને કલેક્ટર દ્વારા ફાળવવામાં આવી હતી તે ટ્રસ્ટને માસિક ભાડાથી આપવા આવેલ જમીન છેવટની નોટિશ બાદ પણ ખાલી ન કરાતા ચીખલીમાં ગેરકાયેદસર બાંધકામ પર સરપંચ દ્વારા રાત્રી દરમિયાન બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે.

ચીખલી નગરની પ્રજા દ્વારા યુપી ઇફેક્ટ જણાવી ચીખલીના સરપંચ વિરલભાઈ પટેલને બુલ્ડોઝર બાબાથી કહી વખોડ્યા હતા. ત્યારે આવનારા દિવસમાં સરપંચ દ્વારા કરાયેલી આ કામગીરીનો મુદ્દો કેવો વળાંક લે છે અને કેટલો લોકચર્ચાનો વિષય બને છે એ જોવું રહ્યું.